તારી વાંસળીની એક ફૂંક બની જાઉ ઓ શ્યામ!
આટલું જીવન મને બસ છે..
સૂર બની રેલાઉ હરિયાળા કદંબ તળે
આટલું ભ્રમણ મને બસ છે..
આટલું જીવન મને બસ છે..
સૂર બની રેલાઉ હરિયાળા કદંબ તળે
આટલું ભ્રમણ મને બસ છે..
કલકલતી કાલિંદિ તવ ચરણે ખેલે ઓ શ્યામ!
વ્રુંદાવન મથુરાને તારું ઘેલું..
ઘેરાતાં જળની એ માછલીનાં મિનપંખનું
એક જ શ્વસન મને બસ છે..
વ્રુંદાવન મથુરાને તારું ઘેલું..
ઘેરાતાં જળની એ માછલીનાં મિનપંખનું
એક જ શ્વસન મને બસ છે..
મારે ક્યાં એષણા બનું રાધા-ગોપી ઓ શ્યામ!
ના રસ છે તવ લીલા નિહાળું..
મીરાંનાં તંબૂરની વેદનાનાં તારોની
એક જ ધબક મને બસ છે..
ના રસ છે તવ લીલા નિહાળું..
મીરાંનાં તંબૂરની વેદનાનાં તારોની
એક જ ધબક મને બસ છે..
તારી વાંસળીની એક ફૂંક બની જાઉ ઓ શ્યામ!
આટલું જીવન મને બસ છે..
આટલું જીવન મને બસ છે..
ઉષ્મા
તારી વાંસળીની એક ફૂંક બની જાઉ ઓ શ્યામ!
જવાબ આપોકાઢી નાખોઆટલું જીવન મને બસ છે..
શું વાત છે દી..,Superb.!!!
Gazaaaaaaaaab!!
જવાબ આપોકાઢી નાખોKyaa bbbaat haiii!!
This can only come from a true lover of d lord Krishna!!
Wow.. i visited your blog for the 1st time.. but will surely keep visiting from now.. it's so nice n your poems are just wonderful dear..
જવાબ આપોકાઢી નાખોthanks..thanks..thanks alot my dear friends..
જવાબ આપોકાઢી નાખોyes anjali..ilove krishna very much..