સાથે "હોવું" અને "રહેવું"-માં ભેદ શો?
એક ચાહત અને એક નિભાવની વાત....
દૂરતા પણ હિલ્લોડે એવી મુગ્ધ પરિસ્થિતિ
અને સમીપતા અકળાવે એ ભાવની વાત...
અસ્તિત્વ ઓગળતું એકમેકમા એવું
પાસે - ન પાસેનો ભેદ જ નિષેધ..
ગુંગળાતી લાગણી ને ચિમળાતી વેદના
ક્ષિતિજેય ના યુગ્માતા સ્વભાવની વાત..
આઠે પહોર એક વૈશાખી મૌસમ ને
દર્પણમાં ઝિલાતી અનુરાગી ઝલક..
વિખરાયેલ હસ્તી ને આથમતાં શમણા..
વિસ્તરતાં, અતલાન્ત અભાવની વાત..
ઉષ્મા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો