મારા વિશે

પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.

19 ઑગસ્ટ, 2010

સમ્બન્ધ

પ્યારા મિત્રો,આગળ કહ્યુ તેમ બહુ નાની ઉમરથી લખવાનુ શરુ કર્યુ હતુ.

આજે મારી રચના રજૂ કરુ છુ..શબ્દો થોડા બાલિશ લાગે તો માફ કરજો,
અને હા..તમારા પ્રતિભાવો જરુર આપજો.
જ્યા સ્વાર્થની ભાવના નથી, નથી આવેષની રેખાઓ,
તે જ સમ્બન્ધ છે.

નફરતનો જ્યા નિષેધ છે, છે ચાહત તણા ડુન્ગરાઓ,
જ્યા લાગણીના સેતુનો પ્રબન્ધ છે..તે જ સમ્બન્ધ છે.

ચાન્દનીની જ્યા શિતળ કિરણો છે, છે સુરજ તણી ઉષ્માઓ,
જ્યા પ્રેમનો પ્રકાશ અકબન્ધ છે...તે જ સમ્બન્ધ છે.

દ્રુષ્ટિનો જ્યા પ્રણય છે, છે આખો તણા સપનાઓ,
જ્યા માગણીઓ નજરબન્ધ છે....તે જ સમ્બન્ધ છે.

2 ટિપ્પણીઓ:

 1. પ્રિય ઉષ્માદીદી,

  આજે તમારા બ્લોગ માં તમારી રચના વાંચવા મળી ખુબ મજા આવી..ઘણા સમય થી તમારી કોઈ રચના વાંચવા નું મન તો હતું જ, કારણ કે હું જાણું છું કે તમે ખુબ સુંદર લખો છો ...

  ખરું કહ્યું છે તમે કે જ્યા સ્વાર્થની ભાવના નથી, નથી આવેષની રેખાઓ,તે જ સમ્બન્ધ છે.

  સાચો સંબંધ એને જ કહેવાય જેમાં કોઈ સ્વાર્થ ના હોય,માંગળી ના હોય અને અપેક્ષા પણ ના હોય..બસ માત્ર પ્રેમ પ્રેમ અને પ્રેમ જ હોય....

  અને હા ખુબ ખુબ અભિનંદન તમારા નવતર પ્રયાસ માટે...

  જવાબ આપોકાઢી નાખો
 2. આભાર ચેતના,
  હુ પણ ખુબ આનન્દ અનુભવુ છુ..મારા વર્ષો જુના સ્મરણો મિત્રો સાથે વ્હેચ્તા.
  બસ આવીજ રિતે સાથ આપતી રહેજે અને મારો જુસ્સો વધારતી રહેજે..

  જવાબ આપોકાઢી નાખો