તારું-મારું મળવું અને નૈન મળ્યાની ક્ષણ,
મળતાની સાથે જ શરમાતા શરમાતા
નૈન ઢળ્યાની ક્ષણ..
પ્રથમ નજરે વાતો પ્રણયની થઇ આંખો આંખોમાં,
પસંદગી એક જ મંઝિલની થઇ વાતો વાતોમાં,
થયો પ્રેમ ઘભરાતા ઘભરાતા..
હ્રુદય ખોયાની ક્ષણ..
જોઉ તને, બસ જોતીજ રહુ..સમય ના ખરે,
નિરખે મને, માણું તને..સમય ના ખરે,
કરું એક નજર લપાતાં છુપાતા...
સાંજ ઢળ્યાની ક્ષણ..
દરિયાની ભીની સુગંધી રેતીમાં બેઠાં પાસે..સાથે,
આપી નિશાની પ્રથમ પ્રેમની એક મેકને હાથે,
રહી ગઇ બસ લજાતા લજાતા...
સ્પર્શ કર્યાની ક્ષણ..
સરસ ભાવવાહી રચના.
જવાબ આપોકાઢી નાખોખુબ આભાર નટવરજી..તમે મારો બ્લોગ વાંચ્યો તે પણ મારા માટે બહુ ખુશીનીવાત છે,..અને કમેન્ટ આપી તે તો ખુશીની ચરમસીમા...આવીજ રીતે મોટીવેટ કરતાં રહેશો.
જવાબ આપોકાઢી નાખોખુબ જ સરસ રચના....લાગણી સભર.....
જવાબ આપોકાઢી નાખો