મન તો કહે છે.."ઉગતી સવારનાં સોનેરી સૂર્યની કૂણી હૂંફાળી કિરણોથી રોમ-રોમમાં
જીવંતતા ભરી લઉ..સધ્યસ્નાતા દેવચકલીની ભીની ફડફડતી પાંખોની બોછારથી
સ્નિગ્ધતા અનૂભવું..તૂલસી ક્યારે દિપજ્યોતે આણેલી પવિત્રતાને ભાવપૂર્વક ગ્રહૂં..!!"
પણ આ નજર સામે અસ્ખલિત વહેતા સમય પ્રવાહનુ શું કરવું?
હંમેશ નિસર્ગગ્રસ્ત રહેતું મન પાછું પડે છે..આ સમયયંત્ર સમક્ષ..
કાર્યરત રહેતું તન અને કુદરતરત રહેતું મન!!!
કુદરત અને કર્મ વચ્ચે રહેતો આ પડદો શુ ક્યારેય છેદી શકાશે???
અનેકાનેક કામ ના બોજા તળે જાણે કુદરતનાં સૌંદર્યથી વિમુખ થઇ જવાયું છે..
આ ખેંચતાણનો અંત આણવાનાં સતત પ્રયત્ન કરું છુ..પણ આ સમયયંત્ર..
પોતાની ગતિની સાથે મારી ગતિ પણ બમણી કરી દે છે..પરંતુ કુદરત તરફની
ઉત્કંઠા અનંત છે..સમયથી છિનવેલી થોડી ક્ષણો આ કુદરતને અર્પણ..
આ ખેંચતાણનો અંત આણવાનાં સતત પ્રયત્ન કરું છુ..પણ આ સમયયંત્ર..
પોતાની ગતિની સાથે મારી ગતિ પણ બમણી કરી દે છે..પરંતુ કુદરત તરફની
ઉત્કંઠા અનંત છે..સમયથી છિનવેલી થોડી ક્ષણો આ કુદરતને અર્પણ..
ઉષ્મા
સાચું કહ્યું છે દીદી તમે આમાં કે
જવાબ આપોકાઢી નાખોકુદરત અને કર્મ વચ્ચે રહેતો આ પડદો શુ ક્યારેય છેદી શકાશે???
અનેકાનેક કામ ના બોજા તળે જાણે કુદરતનાં સૌંદર્યથી વિમુખ થઇ જવાયું છે..પણ
તમારી આ પંક્તિ એ મને વર્ષો પેહલાનાં કુદરતી સોંદર્યથી ભરપુર સવાર ની યાદ અપાવી દીધી,
"ઉગતી સવારનાં સોનેરી સૂર્યની કૂણી હૂંફાળી કિરણોથી રોમ-રોમમાં
જીવંતતા ભરી લઉ..સધ્યસ્નાતા દેવચકલીની ભીની ફડફડતી પાંખોની બોછારથી
સ્નિગ્ધતા અનૂભવું..તૂલસી ક્યારે દિપજ્યોતે આણેલી પવિત્રતાને ભાવપૂર્વક ગ્રહૂં..!!"
જયારે હું મમ્મીનાં ઘરે હતી ત્યારની વાત છે, અમે પરીક્ષામાં વેહલી સવારમાં ઉઠી ને છતઉપર વાંચવા જતા ,ત્યારની સવાર નો જે અનુભવ છે ને એ તો ક્યારેય નઈ ભુલાય ...બસ તમારી પંક્તિ એને બંધ-બેસતી છે...
હાં સાચી વાત છે..મમ્મીનાં ઘરનાં તો દરેક દિવસો એક મીઠી યાદ છે..મારા નવા ઘરમાં આવી મને આ દિવસો જાણે પાછા મળ્યા છે..
જવાબ આપોકાઢી નાખોસવારનો પહોર હોય કે ઢળતી સંધ્યા..ખુબ સુંદર જાય છે મારા દિવસો..
બસ આ બધી સુંદરતા તેને જ આભારી છે..આ લાઇન્સ મારા નવા ઘરને અર્પણ..