મારા વિશે

પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.

21 સપ્ટે, 2010

નિસર્ગગ્રસ્તતા

મન તો કહે છે.."ઉગતી સવારનાં સોનેરી સૂર્યની કૂણી હૂંફાળી કિરણોથી રોમ-રોમમાં
જીવંતતા ભરી લઉ..સધ્યસ્નાતા દેવચકલીની ભીની ફડફડતી પાંખોની બોછારથી
સ્નિગ્ધતા અનૂભવું..તૂલસી ક્યારે દિપજ્યોતે આણેલી પવિત્રતાને ભાવપૂર્વક ગ્રહૂં..!!"

પણ આ નજર સામે અસ્ખલિત વહેતા સમય પ્રવાહનુ શું કરવું?

હંમેશ નિસર્ગગ્રસ્ત રહેતું મન પાછું પડે છે..આ સમયયંત્ર સમક્ષ..
કાર્યરત રહેતું તન અને કુદરતરત રહેતું મન!!!
કુદરત અને કર્મ વચ્ચે રહેતો આ પડદો શુ ક્યારેય છેદી શકાશે???
અનેકાનેક કામ ના બોજા તળે જાણે કુદરતનાં સૌંદર્યથી વિમુખ થઇ જવાયું છે..
આ ખેંચતાણનો અંત આણવાનાં સતત પ્રયત્ન કરું છુ..પણ આ સમયયંત્ર..
પોતાની ગતિની સાથે મારી ગતિ પણ બમણી કરી દે છે..પરંતુ કુદરત તરફની
ઉત્કંઠા અનંત છે..સમયથી છિનવેલી થોડી ક્ષણો આ કુદરતને અર્પણ..

ઉષ્મા

2 ટિપ્પણીઓ:

 1. સાચું કહ્યું છે દીદી તમે આમાં કે
  કુદરત અને કર્મ વચ્ચે રહેતો આ પડદો શુ ક્યારેય છેદી શકાશે???
  અનેકાનેક કામ ના બોજા તળે જાણે કુદરતનાં સૌંદર્યથી વિમુખ થઇ જવાયું છે..પણ

  તમારી આ પંક્તિ એ મને વર્ષો પેહલાનાં કુદરતી સોંદર્યથી ભરપુર સવાર ની યાદ અપાવી દીધી,


  "ઉગતી સવારનાં સોનેરી સૂર્યની કૂણી હૂંફાળી કિરણોથી રોમ-રોમમાં
  જીવંતતા ભરી લઉ..સધ્યસ્નાતા દેવચકલીની ભીની ફડફડતી પાંખોની બોછારથી
  સ્નિગ્ધતા અનૂભવું..તૂલસી ક્યારે દિપજ્યોતે આણેલી પવિત્રતાને ભાવપૂર્વક ગ્રહૂં..!!"

  જયારે હું મમ્મીનાં ઘરે હતી ત્યારની વાત છે, અમે પરીક્ષામાં વેહલી સવારમાં ઉઠી ને છતઉપર વાંચવા જતા ,ત્યારની સવાર નો જે અનુભવ છે ને એ તો ક્યારેય નઈ ભુલાય ...બસ તમારી પંક્તિ એને બંધ-બેસતી છે...

  જવાબ આપોકાઢી નાખો
 2. હાં સાચી વાત છે..મમ્મીનાં ઘરનાં તો દરેક દિવસો એક મીઠી યાદ છે..મારા નવા ઘરમાં આવી મને આ દિવસો જાણે પાછા મળ્યા છે..
  સવારનો પહોર હોય કે ઢળતી સંધ્યા..ખુબ સુંદર જાય છે મારા દિવસો..

  બસ આ બધી સુંદરતા તેને જ આભારી છે..આ લાઇન્સ મારા નવા ઘરને અર્પણ..

  જવાબ આપોકાઢી નાખો