તું કહે હું સુંદર છું!!!!
સેંકડો સપનાઓ મારી આંખે ફૈલે,તારા હોવાપણાથી આ મૌસમ ડોલે..
તારે શ્વાસેશ્વાસે ફુલ ફોરમ મહેકે..હું કહું તું અતિ-અતિસુંદર છે.
તારે શ્વાસેશ્વાસે ફુલ ફોરમ મહેકે..હું કહું તું અતિ-અતિસુંદર છે.
તું કહે મારી આંખો મીન-સી!!!!
જેની વિશાળતાએ દરિયો ભાસે,ફેનિલસી ઇચ્છાઓ પ્રાસે પ્રાસે..
મારું કવન ભટકતું તેની આસેપાસે..હું કહું તવનયન જીવનપ્રદ છે.
મારું કવન ભટકતું તેની આસેપાસે..હું કહું તવનયન જીવનપ્રદ છે.
તું કહે મારી વાણિ મધૂર!!!!
હોંઠ ફરકેને ત્યાં સરગમ ઝરે..શબ્દે શબ્દે પ્રાણ પત્થરે ભરે
મારા ગીતો પ્રગટે તારે એકેક સ્વરે..હું કહું તવનાદ લયસ્તર છે.
મારા ગીતો પ્રગટે તારે એકેક સ્વરે..હું કહું તવનાદ લયસ્તર છે.
તું કહે મારી ઝૂલ્ફો ઘટા..તું કહે મારા હોંઠ મ્રુદુલ..
તું કહે મારે ચહેરે ચાંદ..તું કહે..તું કહે..તું કહે..!!!!
તું કહે મારે ચહેરે ચાંદ..તું કહે..તું કહે..તું કહે..!!!!
ઓહ! મારી સુંદરતાના ચાહક, થોડું મુજ રવને ગ્રહિશ?
તારી આ હસ્તિ તો મારું અસ્તિત્વ છે,
જીવન છે..સુંદર છે..સુંદરતમ છે.
તારી આ હસ્તિ તો મારું અસ્તિત્વ છે,
જીવન છે..સુંદર છે..સુંદરતમ છે.
ઉષ્મા
Wow ushma di! Again a beautiful poem! અને હું કહું છું તમારી રચના અતિસુંદર છે!! Keep up dear..
જવાબ આપોકાઢી નાખોthanks nirali..
જવાબ આપોકાઢી નાખો